Surat : પહેલી લગ્નતિથિના એક દિવસ પૂર્વે કરંટ લાગતા યુવકનું મોત, પરીવારમાં છવાયો શોક, જુઓ Video
સુરતમાં 28 વર્ષીય યુવક કેબલ લાઈનમાં કામ કરતો હતો. કેબલ લાઈનમાં કામ કરતી વખતે યુવકને કરંટ લાગ્યો હતો. જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતના કવાસ ગામે કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. 28 વર્ષીય ચંદ્રભાન અશોક કોળી નામનો યુવક કેબલ લાઈનમાં કામ કરતો હતો. કેબલ લાઈનમાં કામ કરતી વખતે યુવકને કરંટ લાગ્યો હતો. જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું છે. મૃતકને બે મહિનાની દીકરી છે. યુવાન વયે આ રીતે દીકરાનું મોત થતાં પરીવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : Surat : અડાજણમાં ગ્રાહકના સ્વાંગમાં આવી આરોપી 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર, જુઓ Video
હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત
તો બીજી તરફ સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. હોટલમાં જમીને ઘરે પરત ફરતી વખતે ચાલુ બાઇકે યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્તા યુવકને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયુ હતું. મળતી માહિતી અનુસાર 27 વર્ષિય શનિ નામનો યુવક તેના મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતા સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…