Surat : અડાજણમાં ગ્રાહકના સ્વાંગમાં આવી આરોપી 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર, જુઓ Video
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સુવર્ણ જવેલર્સમાં સોનાના દાગીના ચોરાયા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં આરોપી સોનાની ચેન, બ્રેસલેટ અને સોનાની બુટ્ટીઓની ચોરી કરી ફરાર થયો છે.
સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં આવી આરોપીએ 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સુવર્ણ જવેલર્સમાં સોનાના દાગીના ચોરાયા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં આરોપી સોનાની ચેન, બ્રેસલેટ અને સોનાની બુટ્ટીઓની ચોરી કરી ફરાર થયો છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat: શુભ પ્રસંગોમાં પોસ્ટરમાં ‘અન્ન બચાવો જીવ બચાવો’નું સૂત્ર લખી લોકોને જાગૃતિ કરી રહ્યા છે આ સામાજિક કાર્યકર
ઝારખંડ ગેંગના એક આરોપીની ધરપકડ
આ અગાઉ ઝારખંડ ગેંગના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં યોજાતી ઇવેન્ટમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી હતી. જેની પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200 થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું હતુ . જેમાં ઝારખંડની ગેગ બાળકો સાથે ચોરી કરવા આવતી હતી. જેમાં અમરાઈવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી હતા. જે પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા. અમદાવાદ માં ચાલી રહેલ ઇવેન્ટમાં ભીડ વાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
