Surat: સીઆર પાટીલને બદનામ કરવાનુ કાવતરુ, ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યક્તિઓની કરી અટકાયત, જુઓ Video
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવ્યુ હોવાને લઈ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવ્યુ હોવાને લઈ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દૂર ઉપયોગના મુદ્દાની પત્રિકા ફરતી કરવામાં આવી હતી. સોશિયલમ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ચોર્યાશી વિધાનસભાના ધારાસભ્ય પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે. તેઓ આ મામલામાં ફરિયાદી બની શકે છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ફંડના દુરુપયોગ અંગેના ગંભીર આરોપો સાથે પત્રિકા ફરતી કરવામાં આવી હતી. પત્રિકા ફરતી કરવા બાદ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે બે વ્યક્તિઓની સામે ગુનો નોંધવામા આવી શકે છે. જેના ફરિયાદી ભાજપના ધારાસભ્ય જ બની શકે છે. પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Sabarkantha: ટ્યુશન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓની રુમ બંધ કરી છેડતી કરી, ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ, ટીચરની ધરપકડ
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 02, 2023 07:29 PM
Latest Videos