સુરત : 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મૃતકના પુત્ર પાસેથી 3 રિવોલ્વર મળી આવી, SOG ની રથયાત્રા પહેલા કાર્યવાહી
સુરત: રથયાત્રા પહેલા SOG એ મોટી કાર્યવાહી કરી છે. લીંબાયત વિસ્તારમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર કબજે કરી છે. મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં દરમ્યાન યુવક રિવોલ્વર લાવ્યો હતો
સુરત: રથયાત્રા પહેલા SOG એ મોટી કાર્યવાહી કરી છે. લીંબાયત વિસ્તારમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર કબજે કરી છે. મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં દરમ્યાન યુવક રિવોલ્વર લાવ્યો હતો
મેહુલ નરેશચંદ્ર ઠક્કર મુંબઈથી રિવોલ્વર મળતા તે સુરત લાવીને મૂકી રાખી હતી. મેહુલ નરેશચંદ્ર ઠક્કરના પિતાનું મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું.
મેહુલે પોલીસને જણાવ્યું હતું કે મુંબઈમાં વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી. આ થેલી ખોલી તો તેમાંથી ત્રણ રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વર તેણે પોતાના ઘરે લઇ જઈ સંતાડી દીધી હતી. આ પછી મેહુલ વર્ષ 1995માં તે સુરત સ્થાયી થઇ ગયો હતો. જે હથિયાર પણ સુરત લઇ આવ્યો હતો. ઘરના સમાનની સાથે સંતાડી રાખેલી ત્રણેય રિવોલ્વર પોલીસને મળી આવી હતી.
Latest Videos