વડોદરાના જાંબુઆ GETCO ના સબ સ્ટેશનમાં અચાનક આગ ફાટી નિકળી, હાઈટેન્શન વીજ લાઈનને કારણે Fire ટીમને સર્જાઈ મુશ્કેલી-Video

વડોદરાના જાંબુઆ GETCO ના સબ સ્ટેશનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ગેટકો સ્ટેશનમાં આગ લાગવાને લઈ થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસોજ લાઈનમાં આગની ઘટના સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:29 PM

વડોદરાના જાંબુઆ GETCO ના સબ સ્ટેશનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ગેટકો સ્ટેશનમાં આગ લાગવાને લઈ થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસોજ લાઈનમાં આગની ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક જાણકારી મુજબ તાપમાનમાં બદલાવને લઈ લોડ વધવાથી સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં ટેમ્પરેચર વધતા આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઈન્સ્યુલેટરમાં લાગેલીની આગને કાબૂમાં લેવા માટે ઝડપથી પ્રયાસ થતા આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યુ હતુ.

હાઈટેન્શન વીજ લાઈન ધરાવતુ સ્ટેશન હોવાને લઈ આગ પર કાબૂ મેળવવામાં શરુઆતમાં મુશ્કેલી આવી હતી. ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી પરંતુ હાઈટેન્શન વીજ લાઈનને લઈ અંદર જવામાં સમસ્યા સર્જાઈ હતી. જોકે ડ્રાય કેમિકલ અને કાર્બન ડાયોક્સાઈડ ગેસની મદદ વડે આગ પર કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરુઆતમાં સ્થાનિક કર્મચારીઓ દ્વારા આગને પ્રસરતી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગને લઈ આસોજ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">