Ahmedabad Video : ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક ગામોમાં PMJAY કાર્ડ ધરાવતા લોકોના કરી ચૂક્યા છે ઓપરેશન
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા કેટલા દિવસથી વિવાદના ઘેરામાં છે. ખ્યાતિ હોસ્પિટલની PMJAY હેઠળની કરતૂતનો વધુ એક ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલના કડીમા 2 વર્ષથી ધામા નાખ્યા હતા.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા કેટલા દિવસથી વિવાદના ઘેરામાં છે. હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બની છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલની PMJAY હેઠળની કરતૂતનો વધુ એક ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલના કડીમા 2 વર્ષથી ધામા નાખ્યા હતા. કડીના ડરણ, ખાવડ, થોળ, કલ્યાણપુરા, કોલાદમાં બે વર્ષમાં કેમ્પ કર્યા હતા. કેમ્પ કરી PMJAY કાર્ડ ધરાવતા લોકોના ઓપરેશન કરાતા હતા.
વૃદ્ધનું ઓપરેશન કરાયાના થોડા દિવસ બાદ થયુ મોત
દોઢ વર્ષ અગાઉ ખાવડ ગામના એક વૃદ્ધનું ઓપરેશન કરાયાના થોડા દિવસો બાદ જ વૃદ્ધનું અવસાન થયુ છે. લક્ષ્મણપુરામાં 2 ઓકટોબરે કેમ્પમાં 90 લોકોએ લાભ લીધો હતો. 15 લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાંથી 4ના ઓપરેશન થયા હતા. જો કે તેમાંથી કોઈનું અવસાન થયું ન હોતુ. 5 માર્ચ 2023એ ખાવડ પ્રાથમિક શાળામાં 200 લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો. 30 લોકોને 6 માર્ચે હોસ્પિટલ લઈ જવાયા હતા.
શું હતી સમગ્ર ઘટના
મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 10 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ દર્દીઓને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી કરી હતી. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત થતા સમગ્ર ઘટના સામે આવી હતી.