દાંતામાં કોમી છમકલું થતા અટક્યું, મોટા હુમલાની કરી હતી તૈયારી, 18 સામે ગુનો નોંધાયો
બનાસકાંઠા જિલ્લામાં કોમી છમકલું થતા અટકી ગયુ છે. દાંતા પોલીસ સમયે સ્થળ પર પહોંચી જવાને લઈ મામલે વધુ ગંભીર બનતા અટકી ગયો હતો. દાંતા પોલીસે 18 શખ્શો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. દાંતાના અડેરનમાં રામ ધજા ઉતારી લેવા અને ધાર્મિક લાગણી દુભાવવાને લઈ ફરીયાદ નોંધવામાં આવી છે.
દાંતા તાલુકામાં કોમી છમકલું થતા રહી જવા પામ્યુ છે. દાંતાના અડેરનમાં કોમી છમકલું થવાની સ્થિતિ સર્જાઈ હતી. ગત 24 જાન્યુઆરીએ એટલે કે બુધવારે મોટી ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ દાંતા પોલીસ સ્થળ પર પહોંચી જવાને લઈ મામલો અટકી જવા પામ્યો હતો.રામ ધજા ઉતારી લેવા માટે અને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
ટોળાએ રામ ધજા ઉતારી લેવા માટે થઈને પથ્થર મારો કર્યો હતો. લાકડી, ધારીયા સહિતની તૈયારીઓ વડે મોટા છમકલાંની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ પથ્થર મારાની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેને લઈ મામલો આગળ વધતો અટકાવી શકાયો હતો. દાંતા પોલીસે ઘટના અંગે 18 લઘુમતી શખ્શો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos