Monsoon 2024 : પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ, પોર્ટ પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ, જુઓ Video

Monsoon 2024 : પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ, પોર્ટ પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2024 | 9:53 AM

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પોરબંદરમાં ભારે વરસાદના પગલે દરિયામાં મોજા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

ભારે વરસાદ, પવન અને દરિયામાં ઊંચા મોજા ઊછળવાના પગલે પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

g clip-path="url(#clip0_868_265)">