ભર શિયાળે પાણીનું સંકટ ! રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમનું દેખાયું તળિયું, જુઓ વીડિયો

રાજકોટ શહેરમાં જળ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. બાદમાં પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારીત રહેશે. સૌની યોજના થકી નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. શહેરમાં દૈનિક 400 MLD પાણીની જરૂરિયાત પડે છે. શહેરીજનોને પાણીકાંપનો સામનો કરવો પડી શકે છે. નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા ખુબ જ આવશ્યક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:26 PM

ભર શિયાળે રાજકોટવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો રહ્યો છે. એક સપ્તાહ બાદ પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારીત બની રહેશે. આજી ડેમની સાથે ન્યારી 1 ડેમ અને ભાદર 1 ડેમ પર રાજકોટને પાણી પુરૂ પાડે છે.

SHOCKING Aji Dam 1 water storage in Rajkot

જો કે પાણી વિતરણનો મુખ્ય આધાર આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમ પર રહે છે. ત્યારે હાલ આજી ડેમની સપાટી ઘટતા પાણી વિતરણ વ્યવસ્થા માટે હવે સૌની યોજના થકી નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. જેને લઈને રાજકોટ મનપાના હોદ્દેદારોએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં સૌની યોજના થકી નર્મદાનું પાણી મળશે તેવો દાવો કર્યો છે.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલ, ફિટનેસ સર્ટી વિના નહીં મળે પ્રવેશ

તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે અને રાજ્ય સરકાર તાત્કાલિક પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી માગ કરી છે. સાથે સાથે તંત્ર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે,  RMCમાં ભાજપના શાસનને આટલા વર્ષો થયા પરંતુ એકપણ નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો નથી. જેના કારણે ન છુટકે નર્મદા પર આધાર રાખવો પડે છે. ચોમાસું પુરૂ થયાના બીજા મહિનાથી સરકાર પાસે પાણી માંગવું પડે છે. શહેર જે રીતે વિકસી રહ્યું છે ત્યારે રાજકોટમાં નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા ખુબ જ આવશ્યક છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
ગુજરાતમાં ફરી થશે માવઠું !
ગુજરાતમાં ફરી થશે માવઠું !
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">