રાજકોટ વીડિયો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલ, ફિટનેસ સર્ટી વિના નહીં મળે પ્રવેશ

રાજકોટમાં યુનિવર્સિટીની સ્વિમિંગ પુલ બહાર એક બેનર લગાવાયું છે. જેમાં સ્પષ્ટ સૂચના લખાઈ છે કે, ફિટનેસ સર્ટીફિકેટ વિના કોઈએ સ્વિમિંગ કરવાની મંજૂરી અપાશે નહીં. જે પ્રકારે હૃદયની બીમારી વધી રહી છે. ત્યારે પોતાની તબિયતની જાણ વિના અમુક પ્રકારની કસરતો જીવલેણ બની શકે.એટલે જ યુવાનો ફિટનેસ સર્ટિફિકેટના બહાને પણ પોતાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકે.આ પહેલને યુવાનો પણ આવકારી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 1:40 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને હાર્ટએટેક આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ખૂબ જરૂરી છે.જો કે સ્વયં જાગૃતિ ન આવવી તે પણ એક મોટી સમસ્યા છે.જેનો તોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શોધ્યો છે. રાજકોટમાં યુનિવર્સિટીની સ્વિમિંગ પુલ બહાર એક બેનર લગાવાયું છે. જેમાં સ્પષ્ટ સૂચના લખાઈ છે કે, ફિટનેસ સર્ટીફિકેટ વિના કોઈએ સ્વિમિંગ કરવાની મંજૂરી અપાશે નહીં.

જે પ્રકારે હૃદયની બીમારી વધી રહી છે. ત્યારે પોતાની તબિયતની જાણ વિના અમુક પ્રકારની કસરતો જીવલેણ બની શકે.એટલે જ યુવાનો ફિટનેસ સર્ટિફિકેટના બહાને પણ પોતાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકે.આ પહેલને યુવાનો પણ આવકારી રહ્યા છે.જેના પગલે યુવાનોના શરીરમાં જો કોઈ શારિરીક ખામી હોય તો તે જાણી શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">