રાજ્યમાં આગામી બે દિવસ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર, એપ્રિલના ત્રીજા અને ચોથા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા
રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની તાપમાનમાં વધારો થઈ શકે છે. આથી રાજ્યવાસીઓને વધુ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન તાપમાન સામાન્ય રહેશે.
રાજ્યમાં હાલમાં હિટવેવની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધશે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે જે બાદ તાપમાન સામાન્યથી નીચુ રહેશે. રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે.
જ્યારે બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયુ છે. સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો: IPL 2024: ધોનીની તોફાની ઈનિંગ બાદ સાક્ષીનું આ રિએક્શન થઈ રહ્યુ છે વાયરલ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો