Bhavnagar Rain : વિરામ બાદ મહુવામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી, ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
ભાવનગરમાં વિરામ બાદ મહુવામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘ મહેર થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.
Rain News : ભાવનગરમાં વિરામ બાદ મહુવામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘ મહેર થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. 5 દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વિરામ બાદ ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે. આ ઉપરાંત 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
Latest Videos