Prithvi Namaskar : મલાઈકા અરોરાએ પૃથ્વી નમસ્કારના જણાવ્યા ફાયદા, જાણો આ સૂર્ય નમસ્કારથી કેટલું અલગ હોય છે, જુઓ વીડિયો
Prithvi Namaskar : મલાઈકા અરોરા તેના વર્કઆઉટ રૂટિનને લઈને ખૂબ જ એક્ટિવ રહે છે. પૃથ્વી નમસ્કારના (Prithvi Namaskar) યોગાસનો કરીને તે તેના સપ્તાહની શરૂઆત કરે છે. તેનું બોડી પણ એકદમ ફ્લેક્સિબલ છે.
મલાઈકા અરોરા તેના વર્કઆઉટ રૂટિનને લઈને ખૂબ જ સજાગ છે. તે રોજ તેના દિવસની શરુઆત યોગાસનોથી કરે છે. મલાઈકાએ તેના યોગ સ્ટુડિયોમાં પૃથ્વી નમસ્કાર યોગાસનની પ્રેક્ટિસ કરતી પોતાની એક રીલ શેર કરી છે. જેમાં તેણે બ્લેક સ્પોર્ટ્સ બ્રા પહેરી છે અને તેના ડોગ કેસ્પર સાથે વર્કઆઉટ લેગિંગ્સ મેચ કરી રહી છે.
હંમેશા મલાઈકા યોગ કરતી રહે છે. તેણે તેના બોડીને એકદમ ફ્લેક્સિબલ અને સારી રીતે સંભાળ રાખે છે. તે બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને જિમ ટાઈટ્સ સહિત તેના વર્કઆઉટ કપડાં પહેર્યા અને તેના સ્ટુડિયોમાં પૃથ્વી નમસ્કાર (Prithvi Namaskar) યોગાસનો કરીને તેના સપ્તાહની શરૂઆત કરતી જોવા મળી રહી છે. તેનો મનગમતો કાસ્પર પણ તેની સાથે છે. વીડિયો શેર કરતી વખતે મલાઈકાએ લખ્યું: તમારા અઠવાડિયાની શરૂઆત બરાબર કરો.
ક્યારેય પૃથ્વી નમસ્કાર વિશે સાંભળ્યું છે?
સૂર્ય નમસ્કાર વિશો તો બધા લોકો જાણતા જ હશો પરંતુ તમે ક્યારેય પૃથ્વી નમસ્કાર વિશે સાંભળ્યું છે. પૃથ્વી નમસ્કાર વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે. બસ એટલું જ. પૃથ્વી નમસ્કાર યોગાસનને પૃથ્વી નમસ્કાર અનુક્રમ પણ કહેવામાં આવે છે અને તે શિખાઉ લેવલના યોગાસન છે. જેમાં હલનચલન, સ્ટ્રેચ, ફોરવર્ડ બેન્ડ્સ અને ટ્વિસ્ટનો સમાવેશ થાય છે.
આ રીતે કરો પૃથ્વી નમસ્કાર
પૃથ્વી નમસ્કાર યોગાસનનો અભ્યાસ ચાર સરળ સ્ટેપમાં કરવામાં આવે છે. તમારા હાથને તમારી હથેળીઓ ઉપરની તરફ રાખીને આંગળીઓ ઢીલી કરીને અને કોણી સહેજ વાંકા કરીને હાથને નાભી પાસે લાવો. આ પછી શ્વાસ લો અને તમારા હાથને તમારી છાતી તરફ ઉઠાવો. આ પછી શ્વાસ બહાર કાઢો અને તમારા હાથને તમારી છાતી અથવા ગળામાંથી નીચે લાવો અને તમારી હથેળીઓને નીચે રાખો. છેલ્લે શ્વાસ લો અને તમારા હાથને સામે લંબાવો અને હથેળીઓ તમારાથી દૂર રહે તે રીતે રાખો.
જુઓ વીડિયો……
View this post on Instagram
(Credit Source : Malaika Arora)
પૃથ્વી નમસ્કાર યોગાસન કરવાના ફાયદા
- પૃથ્વી નમસ્કાર યોગાસન સ્નાયુઓની ફ્લેક્સિબલ અને શક્તિ વધારવામાં મદદ કરે છે.
- વધુ જટિલ યોગાસનો કરતા પહેલા તેનો ઉપયોગ શરીરને વોર્મ કરવા માટે થાય છે.
- પૃથ્વી નમસ્કાર આસન શરીરને એનર્જી આપવાનું કાર્ય કરે છે.
- આ આસન પીઠના નીચેના ભાગની મજબૂતાઈ વધારવામાં મદદ કરી શકે છે.
મલાઈકા અરોરા તેના સવારના વર્કઆઉટ રૂટિનને ફોલો કરવા માટે રોજ એક જ સમયે જાગે છે અને વર્કઆઉટ કે યોગા કરવામાં કોઈ કસર છોડતી નથી.
(Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)