19.11.2024

Vastu Tips : ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવો જોઈએ કે નહીં

Image - GettyImages

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મંદિરમાં પિતૃનો ફોટો મુકવો જોઈએ કે નહીં તે અંગે પણ નિયમ આપવામાં આવ્યા છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં દેવી - દેવતા સાથે પિતૃનો ફોટો ન રાખવો જોઈએ.

જો આવુ કરવામાં આવે છે તો દેવી-દેવતા નારાજ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પિતૃનું સ્થાન દેવી -દેવતાથી નીચે માનવામાં આવે છે.

ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવાથી વાસ્તુ દોષ લાગે છે.

પિતૃનો ફોટો ઘરના મંદિરમાં રાખવાથી પિતૃ દોષ પણ લાગે છે. તેમજ પિતૃ પરિવારથી નારાજ થાય છે.

ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવાથી કેટલીક વાર સંકટનો સામનો પણ કરવો પડે છે.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)