સુરેન્દ્રનગરમાં રાજભા ગઢવી, યોગેશ ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ- જુઓ Video

સુરેન્દ્રનગરમાં રાજભા ગઢવી, યોગેશ ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ- જુઓ Video

| Updated on: Aug 09, 2024 | 7:41 PM

સુરેન્દ્રનગરમાં પોલીસ પરિવાર દ્વારા પ્રતાપેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. આ લોકડાયરામાં મુખ્ય કલાકાર રાજભા ગઢવીએ રમઝટ બોલાવી હતી. રાજભા જેના માટે પ્રખ્યાત છે એ છપાકરુ તેમણે ગાયુ અને તેમના પર રૂપિયાનો વરસાદ થયો હતો.

સુરેન્દ્રનગર પોલીસ પરિવાર આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે.પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા પ્રતાપેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોક ડાયરાનું કરાયું આયોજન.રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ અને જિલ્લાના ધારાસભ્યોને ઉપસ્થિતિમાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. રાજભા ગઢવી સહિતના લોક સાહિત્ય કલાકારો ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.આનંદ ભવન ખાતે યોજાયેલા આ લોકડાયરામાં રાજભા ગઢવી પર રૂપિયાનો વરસાદ થયો હતો.

રાજભા ગઢવી છપાકરુ ગાવાની તેમની આગવી શૈલી માટે જાણીતા છે અને લોકમાગને ધ્યાને રાખી તેમણે છપાકરુ ગાયુ હતુ. ત્યારે તેમના પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. રાજભાએ તેમની આગવી શૈલીમાં ડાયરામાં રંગ જમાવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં લોકડાયરાનો અનેરુ મહત્વ છે. કહેવુ ઘટે કે દુલાભાયા કાગ, કાગબાપુ, ઝવેરચંદ મેઘાણી, હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ જેવા ઉજળી પરંપરાના અનેક ધુરંધરોને લીધે જ આ લોકસંગીતનું નામ અમર છે.

Input Credit- Sajid Belim- Surendranagar

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">