Rain News : છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વિજાપુરમાં વરસ્યો વરસાદ, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વિજાપુરમાં વરસ્યો વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2024 | 10:23 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિજાપુરમાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિજાપુરમાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જો આપણે છેલ્લા 2 કલાકની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં 49 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા છે.

સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા માણસાના રસ્તાઓ જળમગ્ન થયા છે. દેહગામમાં 2.5 ઈંચ વરસાદ બે કલાકમાં ખાબક્યો છે. તેમજ ખેડાના કપડવંજમાં 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">