ઉદયપુરથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત, જુઓ

રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

| Updated on: Jul 06, 2024 | 11:45 AM

ઉદયપુરથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા મોટી ઘટના સર્જાતી ટળી ગઈ હતી.

RTO ની વાન દ્વારા ખાનગી બસને નેશનલ હાઈવે પર જ ઉભી રખાવી દેવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઈ રાત્રીના અંધારામાં ખાનગી બસ ઊભી રહેવા દરમિયાન જ પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેલર તેમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં 32 જેટલા મુસાફરો હતા, જોકે કોઈ જાનહાની નહી સર્જાતા રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">