ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ પહેલા જ નેશનલ ટીમનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અલગ અલગ 5 દેશની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. સાથે જ પાકિસ્તાને તેમના પ્રવાસનું પણ આયોજન કર્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 2024-25 માટે નેશનલ ટીમનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની યજમાનીમાં જ જ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિર્ણય લીધો છે. જે શિડ્યુલ મુજબ પાકિસ્તાન પોતાના ખેલાડીઓની તૈયારીઓને ધ્યાને રાખી પીસીબીએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એક ખાસ વ્યવસ્થા કરી છે. ટુર્નામેન્ટમાં ટીમને જે લાભદાયી બની શકે છે.
પાકિસ્તાનની ટીમે એક નવી ચાલ રમી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા સાત ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ યજમાની કરશે. તો વળી, આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં ટ્રાઇ સિરીઝ પણ રમાશે. ત્રિકોણીય શ્રેણી પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી છે, જેનું આયોજન પણ ચેમ્પિયન ટ્રોફી પહેલા પહેલા જ ગોઠવવામાં આવ્યું છે.
ત્રિકોણીય શ્રેણી 8 થી 14 ફેબ્રુઆરી દરમિયાન મુલતાનમાં રમાશે. જેના તુરત બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવામાં આવશે. આમ ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાનની ટીમ પોતાની તૈયારીઓને ચકાસવા માટે મેદાને ઉતરી શકશે.
પાકિસ્તાનની ઘરેલૂ સિઝન
ડોમેસ્ટિક સીઝન 2024-25ની શરૂઆત પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી સાથે કરશે. જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. જે ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ઓગસ્ટ દરમિયાન રાવલપિંડીમાં રમાશે. જયારે બીજી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન કરાચીમાં રમાશે.
7 થી 28 ઓક્ટોબર દરમિયાન ઈંગ્લેન્ડ ટીમ પાકિસ્તાન પ્રવાસ ખેડશે. જયાં બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. તો વળી, પાકિસ્તાન ટીમ 16 જાન્યુઆરી 2025 થી 28 જાન્યુઆરી વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનાર છે.
આ દેશોનો ખેડશે પ્રવાસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 4 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ત્રણ દેશનો પ્રવાસ ખેડનાર છે. જે ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. જે પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ, 9 વનડે અને 9 ટી-20 મેચ રમશે. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં 4 નવેમ્બરથી 18 નવેમ્બર વચ્ચે 3 ODI અને 3 T20 મેચ રમશે.
આ પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેમાં ત્રણ વનડે અને ટી-20 મેચ પણ રમશે. ઝિમ્બાબ્વેનો આ પ્રવાસ 24 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રહેશે. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડશે. જ્યાં 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમશે.