Dahod Video : લો બોલો..... હજી તો ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યુ છે, ત્યાં તો બે કલાકમાં જ પુલ પર પ્રવેશબંધીના બેરિકેડ લગાવ્યા

Dahod Video : લો બોલો….. હજી તો ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યુ છે, ત્યાં તો બે કલાકમાં જ પુલ પર પ્રવેશબંધીના બેરિકેડ લગાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2024 | 3:54 PM

લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તેમની સાથે ગરબા અને ક્રિકેટ રમે છે. પરંતુ દાહોદમાં તો નેતાઓએ એવા બ્રિજનું લોકાર્પણ કર્યુ કે આ બ્રિજને ગણતરીના કલાકોમાં જ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવા પડ્યા.

લોકસભાની ચુંટણી જાહેરાત થતા સત્તા ધારી પક્ષ દ્વારા મતદારોને રિઝવવા અનેક વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરી નાખ્યા ત્યારે દાહોદમાં મધ્યપ્રદેશ ગુજરાતને જોડતો પુલનું પણ લોકાર્પણ કરવામા આવ્યુ છે. આ પુલ 40 જેટલા ગામોને આવરી લે છે. ટાંડામાં આવેલી અનાસ નદી પર નિર્માણાધીન બ્રિજનું લોકાર્પણ કર્યુ હોવાની માહિતી મળી રહી છે.

સાસંદ જશવતસિહ ભાભોર, બચુભાઇ ખાબડ અને દાહોદ ધારાસભ્ય દ્વારા એવી તે શું ઉતાવળ હતી કે, અધુરા પુલનું લોકાર્પણ આચાર સંહીતા પહેલા જ કરી નાખ્યુ છે. પુલનું લોકાર્પણ કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નેતાઓ પુલનું લોકાર્પણ કરીને ગયાના બે કલાકમાં જ પુલ આગળ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવામાં આવ્યા છે. બ્રિજની કામગીરી બાકી હોવાની જાણ થતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">