જુનાગઢમાં ચાલી રહેલા ગાદી વિવાદ મામલે ફરી વખત મહેશગીરીબાપુ અને ગીરીશ કોટેચા વચ્ચે આમને-સામને છે. મહેશગીરીએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ધાર્મિક જગ્યાઓનાં પરાણે ટ્રસ્ટી બનીને કબજો કર્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. હવે ગિરીશ કોટેચાએ પણ મહેશગીરીબાપુને પડકાર ફેંક્યો છે. કોટેચાએ મહેશગીરીને જાહેરમાં ડિબેટ કરવા ચેલેન્જ આપી છે.
કોટેચાએ મહેશગીરી પર વધુ આરોપ લગાવતા કહ્યુ કે મહેશગીરીબાપુ તો ફિલ્મ લાઇનમાં જવાના હતા. મહેશગીરી ગમે તે સમયે ગુરૂ બદલી નાખે છે તેવો આક્ષેપ પણ કોટેચાએ લગાવ્યો..મહેશગીરી જ્યારથી જૂનાગઢ આવ્યા ત્યારથી સંતોમાં અંદરો અંદર ઝઘડા શરૂ થયા છે તેવો આક્ષેપ લગાવતા ગુરૂ વસંતગીરી બાપુએ આપેલા ઓરીજીનલ પેપર રજૂ કરવા પણ કોટેચાએ પડકાર ફેંક્યો હતો. ભૂતનાથ મંદિર જગ્યા મહેશગીરી બાપુએ કઈ રીતે મેળવી તે અંગે CBI તપાસની પણ કોટેચા માગ કરશે
ગિરીશ કોટેચા સાથે ભૂતનાથ મંદિરના બ્રહ્મલિન વસંતગીરી બાપુના શિષ્ય શિવગીરી પણ હાજર રહ્યા હતા. શિવગીરીએ દાવો કર્યો હતો કે જો સાચા હોય તો મહેશ ગિરી ભૂતનાથ મંદિર પુરાવા જાહેર કરે. પોતાને મહેશગીરીના કટ્ટર સમર્થકોથી જીવનું જોખમ હોવાનો પણ ભય શિવગીરીએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:44 pm, Thu, 9 January 25