Surendranagar Video : સાયલાના થોરિયાળી પાસે બનેલો બ્રિજ સાંધામાંથી છુટો પડ્યો, છતા વાહનચાલકો કરી રહ્યાં છે જોખમી સવારી
સુરેન્દ્રનગરમાં નવો બનાવેલા બ્રિજ સાંધામાંથી છુટો પડી ગયો હોવાનું સામે આવ્યુ છે. સાયલાના થોરિયાળી પાસે આવેલો નવો બ્રિજ સાંધામાંથી છુટો પડી ગયો છે. તેમજ આ બ્રિજ ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગરમાં નવો બનાવેલા બ્રિજ સાંધામાંથી છુટો પડી ગયો હોવાનું સામે આવ્યુ છે. સાયલાના થોરિયાળી પાસે આવેલો નવો બ્રિજ સાંધામાંથી છુટો પડી ગયો છે. તેમજ આ બ્રિજ ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાના કામોની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યાં છે. પાળીયાદ બોટાદને જોડતો આ બ્રિજ બિસમાર હાલતમાં જોવા મળ્યો છે.બ્રિજ પર સાંધા છુટા પડી ગયા છતાં વાહનો પસાર થતા જોવા મળ્યા છે. જો કદાચ કોઈ દુર્ઘટના બને તો કોની જવાબદારી ?
જામનગરમાં એક બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી
બીજી તરફ જામનગરમાં સાધના કોલોનીમાં આવાસના 3 માળના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન એક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા વ્યકિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો.
Latest Videos