'રીલ' લાઈફ ચમકાવવા 'રિયલ' લાઈફ જોખમમાં ! નવસારીમાં બાળકને ચાલુ ટેમ્પો ટ્રાવેલરનું સ્ટિયરિંગ પકડાવ્યું, જોખમી સવારીનો વીડિયો વાયરલ

‘રીલ’ લાઈફ ચમકાવવા ‘રિયલ’ લાઈફ જોખમમાં ! નવસારીમાં બાળકને ચાલુ ટેમ્પો ટ્રાવેલરનું સ્ટિયરિંગ પકડાવ્યું, જોખમી સવારીનો વીડિયો વાયરલ

| Updated on: Sep 29, 2024 | 1:34 PM

નવસારીમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં ટેમ્પો ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા. બાળકના હાથમાં ટેમ્પાનું સ્ટીયરિંગ આપી દીધું. નેશનલ હાઈવે 48 પરનો આ બનાવ છે. ડ્રાઈવરે બાળકને ખોળામાં બેસાડી હાથમાં સ્ટેરિંગ પકડાવ્યું જે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયોને આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

નવસારીમાં રિલ્સ બનાવી ફેમસ થવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રિલ્સ બનાવવાના ચક્કરમાં ટેમ્પો ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. નવસારી થી સુરત જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર રડતાં બાળકને ચૂપ કરાવવા માટે ચાલુ વહાનનું સ્ટીયરિંગ વ્હીલ હાથમાં થમાવી દીધું. બાળકને ખોળામાં બેસાડી સ્ટીયરીંગ પકડાવી કાર હાંકવામાં આવી.

Navsari child drive Tempo Traveler dangerously viral video

ટ્રાફિક પોલીસ હરકતમાં આવી

બાળકને ખોળામાં બેસાડી વાહન હાંકવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયોના આધારે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. ટ્રાફિક પોલીસે વાહનને આઇડેન્ટીફાય કરી ચાલકને પૂછપરછ માટે બોલાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. વીડિયોની ખરાઈ કર્યા બાદ વધુ કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું પોલીસ જણાવ્યું હતું.

(ઈનપુટ – નીલેશ ગામીત, નવસારી)

Published on: Sep 29, 2024 01:30 PM
g clip-path="url(#clip0_868_265)">