AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : IPLની ફાઈનલ મેચમાં ટિકિટ વગર મેચ જોનારા 200 લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video

Ahmedabad : IPLની ફાઈનલ મેચમાં ટિકિટ વગર મેચ જોનારા 200 લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2025 | 1:26 PM

ગઈકાલે અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં RCBએ 18 વર્ષ બાદ જીત મેળવી છે. ત્યારે લોકો દેશ- વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.

ગઈકાલે અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં RCBએ 18 વર્ષ બાદ જીત મેળવી છે. ત્યારે લોકો દેશ- વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. મેચ જોવા માટે દર્શકો એટલા ઉત્સુક હતા કે તમે મૂળ કિંમત કરતા વધારે કિંમતની ટીકિટ ખરીદી હતી. ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચમાં 200 દર્શકો ટિકિટ વગર ઝડપાયા હતા.

ટિકિટ વગર સ્ટેડિયમમાં મેચ જોવા ઘૂસેલા દર્શકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભીડનો લાભ લઈ ટિકિટ વગર જ સ્ટેડિયમમાં પ્રવેશ લઈ લીધો હતો. જો કે ટિકિટ વગર ઝડપાયેલા તમામ લોકોને પોલીસે બહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે વીવીઆઈપી લોકો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. IPL સમાપન સમારોહમાં BCCI દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ BCCI સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">