જ્યારે મુસાફરોએ પાણીની બોટલ માંગી તો રેલનીરની બોટલ આપી જે 14 રૂપિયાની હોય છે. છતાં મુસાફર પાસેથી 15 રૂપિયા વસૂલવામાં આવ્યાં. બાદમાં બીજી વખત 20 રૂપિયાની ખાનગી કંપનીની પાણીની બોટલનું વેચાણ માટે આવ્યા. ત્યારે એક જાગૃત મુસાફરે અટકાવી સવાલો કરતા વેન્ડરે બધું જ મેનેજર પર ઢોળી દીધું. તો એટલી જ વારમાં ખાનીપીણીની વસ્તુઓ વેચનારો આવ્યો. તેને પણ સવાલો કરતા તેના પાસે પણ કોઈ જવાબ નહતા. પરંતુ પાછળથી મેનેજરે દાવો કર્યો કે આ તમામ વસ્તુઓ વેચવાની પરવાનગી છે અને તેની પાસે તમામ દસ્તાવેજો પણ છે પરંતુ જ્યારે જાગૃત મુસાફરોના સવાલો વધી ગયા તો મેનેજર દાદાગીરી પર ઉતરી ગયા હતા. અને ત્યાંથી હાથ ઝાટકી નીકળતા સમયે કીધુ જેને ફરિયાદ કરવી હોય તે કરી લેજો કંઈ પણ નહીં થાય. જે રેલવે વિભાગ ઉચ્ચ સુવિધાઓ માટે બમણુ ભાડું વસૂલે છે છતાં મુસાફરો પ્રકારના કૌભાંડનો ભોગ બને તે કેટલું યોગ્ય છે. હવે રેલવે વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું