જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે.ભારે બરફવર્ષાની સાથે કાશ્મીરમાં ચિલ્લાઈ એ કલાનની પણ શરૂઆત થઈ ગઈ છે.ગુલમર્ગ, અફરવત અને કોંગદૂરી સહિતના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ.શ્રીનગર-કારગિલ રસ્તા પર સોનમર્ગમાં જોરદાર હિમપાત. અફરવત વિસ્તારમાં 2થી 3 ઇંચ જેટલી બરફવર્ષા નોંધાઈ. કાશ્મીરમાં સ્નો ફોલને લઇને એલર્ટ આપવામાં આવ્યુ.હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.