સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ, માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ, માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2024 | 10:18 AM

ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. મેઘરાજાએ ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરુ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રુપ જોવા મળી રહ્યુ છે.

ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. મેઘરાજાએ ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરુ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રુપ જોવા મળી રહ્યુ છે.

આજે વહેલી સવારથી સુરત અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદ શરુ થયો છે. સુરતમાં ઉમરપાડામાં આભ ફાટ્યુ છે.  માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સુરતના ઉમરાપાડા તાલુકામાં આભ ફાટ્યું છે. 2 કલાકમાં 6.7 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે.  વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થઇ છે. જે પછી નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે. ચારેય કોર જંગલથી ઘેરાયેલા ઉમરાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">