Porbandar Flood Rescue : કુતિયાણાના માંડવા ગામે કોસ્ટગાર્ડે યુવકનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, હેલિકોપ્ટર દ્વારા બચાવાયો, જુઓ Video
પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા છે. ઘણા લોકો તેમના ઘરમાં જ ફસાઇ ગયા છે.અનેક ગામો પાણીમાં ડુબ્યા છે.જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ઉપરવાસના પાણી અનેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા છે. પૂરના પાણીમાં ફસાયેલા અનેક લોકોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

આવુ જ એક રેસ્ક્યૂ ઓપરેશન આજે સવારે કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યુ છે. પાણી વચ્ચે ફસાયેલા યુવકને બચાવવા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પહોંચ્યું હતુ. કુતિયાણાના માંડવા ગામે વાળી વિસ્તારમાં કોસ્ટગાર્ડે યુવકનું દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ. હેલિકોપ્ટર દ્વારા યુવકને દોરડાથી ખેંચીને બચાવવામાં આવ્યો હતો. યુવકને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.
આ તરફ પોરબંદરમાં પાણીમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી 15 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. પોરબંદરના એરડા અને દુનિયાના કંટોલ ગામે 15 લોકોને બચાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની ટીમે 15 લોકોને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડ્યા છે. 3 મહિલા, 4 બાળકો સહિત 15 લોકોનો આબાદ બચાવ કરાયો છે.