ફરી ધારાસભ્ય ચૈતર વસાવાના રોષનો ભોગ બન્યા વનવિભાગના અધિકારીઓ, વનમંત્રીની હાજરીમાં જ લીધો ઉધડો- Video
નર્મદામાં ચૈતર વસાવાએ વનમંત્રીની હાજરીમાં વન અધિકારીઓનો ઉધડો લીધો. વન મંત્રીની હાજરીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને આડેહાથ લીધા. માલસામોટમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો.
નર્મદાના માલસામોટમાં એક કાર્યક્રમ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રોષનો ભોગ બન્યા વનવિભાગના અધિકારીઓ. ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને આડે હાથ લીધા. ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાયાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો. વનમંત્રીની હાજરીમાં જ ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને તતડાવ્યા. ચૈતર વસાવાએ કાર્યક્રમમાં પોતાને તક ન આપ્યાનો પણ આક્ષેપ કર્યો. વન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો.
જો કે વન અધિકારીઓ સાથેનો ચૈતર વસાવાનો વિવાદ ઘણો જૂનો છે. આ અગાઉ પણ ચૈતર વસાવા સામે વનવિભાગના અધિકારીઓન ધમકાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગી ચુક્યા છે. જે મામલે પોલાસે તેમની ધરપકડ પણ કરી હતી અને હાલ તેઓ જામીન પર બહાર છે. વન વિભાગના કર્મચારીઓને ધમકી આપવાના કેસમાં ચૈતર વસાવાના પત્ની સહિત તેમના પીએ પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે વસાવા સામેના આ તમામ કેસને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડયંત્ર ગણાવી હતી.