Video : ભડકાઉ ભાષણ કેસમાં કચ્છ પોલીસે મૌલાનાની અટકાયત કરી, બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે
કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઇને અટકાયત કરી છે. ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઇ જવાયો છે.
કચ્છમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મૌલાના મુફ્તીનો કબજો લઇને અટકાયત કરી છે. આજે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગણી કરશે.
કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઇને અટકાયત કરી છે. ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઇ જવાયો છે. બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માગશે.
સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરૂદ્ધ ફરિયાદ
મૌલાના સામે ભડકાઉ ભાષણની ફરિયાદ કચ્છમાં પણ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.