અમદાવાદ : ગ્યાસપુરમાં કંપારી છુટી જાય તેવા દ્રશ્યો, મરેલા ઢોરના ઢગલે ઢગલા જોવા મળ્યા, જુઓ વીડિયો
અમદાવાદ મનપા દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોરને પકડીને ઢોરવાડામાં પણ રાખવામાં આવે છે, પરંતુ જે ઢોર મૃત્યુ પામે છે તેનો નિકાલ કરવાની મહાનગરપાલિકાની પદ્ધતિ તમે જોશો તો તમને રીતસર કંપારી છૂટી જશે.

અમદાવાદના ગ્યાસપુરમાં હૈયુ હચમચાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં મૃત હાલતમાં અનેક ઢોર મળી આવ્યા છે. જ્યાં જૂઓ ત્યાં મરેલી ગાયો અને ઢોરના ઢગલા જોવા મળ્યા છે. અનેક ઢોરના હાડપિંજર પણ રઝળતી હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે મહાનગરપાલિકા પર સવાલ ઊભા થઇ રહ્યા છે. સવાલ એ થઇ રહ્યો છે કે શું અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોની સંવેદના મરી પરવારી છે ?
અમદાવાદ મનપા દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોરને પકડીને ઢોરવાડામાં પણ રાખવામાં આવે છે, પરંતુ જે ઢોર મૃત્યુ પામે છે તેનો નિકાલ કરવાની મહાનગરપાલિકાની પદ્ધતિ તમે જોશો તો તમને રીતસર કંપારી છૂટી જશે. અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં એક સાથે અનેક ઢોર મૃત હાલતમાં મળી આવ્યા છે.
Many cattle found dead near Gyaspur, locals allege negligence of cattle shelters #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/V6q5TxIRz4
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2023
ઢોર પર મનપા દ્વારા લગાવવામાં આવેલા ટેગ જોવા મળ્યા
ઘટના બાદ TV9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં એકલ-દોકલ નહીં પરંતુ મરેલા ઢોરના ઢગલે ઢગલા જોવા મળ્યા. જ્યાં જૂઓ ત્યાં મરેલી ગાયો નજરે પડે છે અને આ મરેલા ઢોરને શ્વાન અને કાગડાઓ ચૂંથી રહ્યા છે. તો અનેક ઢોરના હાડપિંજર પણ જોવા મળ્યા. જેમાં મનપા દ્વારા લગાવવામાં આવેલા ટેગ પણ છે. જે સાબિત કરવા પુરતું છે કે આ મૃત ઢોર મનપા સંચાલિત ઢોરવાડામાંથી દફનવિધિ માટે અહીં લાવવામાં આવ્યા છે.
દફન કરવાના સ્થાને ઢોર ફેંકી દેવાયા
તેમને દફન કરવાને બદલે અહીં તો તેમને જ્યાં ત્યાં ફેંકી દેવાયેલા જોવા મળ્યા. ગાયોની આવી અવદશા નિહાળીને માલધારીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. માલધારીઓનો આક્ષેપ છે કે જે પશુઓ ઢોરવાડામાં મૃત્યુ પામે છે તેને મનપાની ટીમ આવી રીતે અહીં ઠાલવી જાય છે. દરરોજ 20 થી 25 જેટલી ગાયો મોતને ભેટતી હોવાનો આક્ષેપ પણ માલધારીઓએ કર્યો.
આ પણ વાંચો- અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જુઓ વીડિયો
માલધારીઓના આગેવાનોએ શું કહ્યુ ?
માલધારી આગેવાનોના જણાવ્યા મુજબ મનપા દ્વારા રસ્તા પરથી ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરી તો દેવામાં આવે છે, પરંતુ ઢોરવાડામાં કેવી સ્થિતિમાં ઢોર જીવે છે અને ઢોરની કેવી હાલત છે તે જાણવાની તસ્દી પણ મનપા નથી લેતી. એટલું જ નહીં મરેલા ઢોરનો યોગ્ય નિકાલ થાય છે કે કે તે જોવાની પણ દરકાર પણ મનપા ન લેતી હોવાથી માલધારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. માલધારી આગેવાન વિરમ દેસાઇએ હિન્દુત્વ અને ગાયના નામે મત માગનારી ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા.