Mahisagar News : ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા, 128 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video
મહીસાગરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના પગલે કડણા ડેમના 21 દરવાજા 1.91 મીટર સુધી ખોલાયા છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં આવેલા 128 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે.
મહીસાગરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના પગલે કડાણા ડેમના 21 દરવાજા 1.91 મીટર સુધી ખોલાયા છે. મહીસાગર નદીમાં 2 લાખ 30 હજાર 160 ક્યૂસેક પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીનું જળસ્તરમાં વધારો થયો છે. હાલમાં કડાણા ડેમમાં 1, 79, 328 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
હાલમાં ડેમની સપાટી 126.72 મીટરની જળસપાટી છે. કડાણા ડેમ હાલ 92.31 ટકા ભરાયેલો છે. ઉપરવાસમાંથી થયેલ ભારે આવકના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ના જવા તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યુ છે. મહિસાગરના કડાણા ડેમની આસપાસ આવેલા કુલ 128 ગામોને એલર્ટ કરાયા છે. જો પાણીની આવક વધશે તો તબક્કાવાર 3 લાખ ક્યૂસેક પાણી છોડાશે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
Latest Videos
Latest News