AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi News : ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Tapi News : ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2024 | 12:00 PM
Share

તાપીના ઉચ્છલમાં હોડીમાં અંતિમ યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉચ્છલના નારણપુર ગામે લો - લેવલ બ્રિજ પર ઉકાઈ જળાશયનું પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ વધવાના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે.

તાપીના ઉચ્છલમાં હોડીમાં અંતિમ યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉચ્છલના નારણપુર ગામે લો – લેવલ બ્રિજ પર ઉકાઈ જળાશયનું પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ વધવાના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે.

નદીના સામે કિનારે સ્મશાન આવેલા હોવાના કારણે મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં માટે સ્થાનિકોને મજબૂરીમાં હોડીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.સ્થાનિકોએ હોડીમાં બેસીને યુવતીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેઘરજ પંથકમાં મૃતદેહ નદીમાંથી લઈ જવા મજબૂર

બીજી તરફ આ અગાઉ અરવલ્લીમાં મેઘરજના ઘોરવાડામાં વૃદ્ધાનું મોત થયા બાદ સ્થાનિકો નદીમાંથી મૃતદેહ લઈ જવા મજબૂર બન્યા હતા. ઘોરવાડા અને ઓઢા વચ્ચે ડીપના અભાવે પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">