માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, કરાઈ અટકાયત, જુઓ

માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, કરાઈ અટકાયત, જુઓ

| Updated on: May 22, 2024 | 5:16 PM

માલપુરમાં સફાઈ કામદારોએ આંદોલન કરીને ધરણાં યોજ્યા હતા. માલપુર બસ સ્ટેશનમાં સફાઈ કામદારોને છૂટા કરવાને લઈ ધરણાં યોજવામાં આવ્યા હતા. એજન્સી બંધ થઈ જવાને લઈ સફાઈ કામદારો છૂટા થયા હતા. જેને લઈ સફાઈ કામદારો અને તેમના પરિવારજનોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.

અરવલ્લી જિલ્લાના માલપુરમાં સફાઈ કામદારોએ આંદોલન કરીને ધરણાં યોજ્યા હતા. માલપુર બસ સ્ટેશનમાં સફાઈ કામદારોને છૂટા કરવાને લઈ ધરણાં યોજવામાં આવ્યા હતા. એજન્સી બંધ થઈ જવાને લઈ સફાઈ કામદારો છૂટા થયા હતા. જેને લઈ સફાઈ કામદારો અને તેમના પરિવારજનોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આંદોલન છેડવાની વાત સાથે પોસ્ટરો સાથે જ દેખાવો કરવા માટે બસ સ્ટેશનમાં પરીવારજનો અને કામદારો પહોંચ્યા હતા.

સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી મૂક્યા હતા અને કામ પર પરત લેવા માટેની માંગ કરી હતી. દેખાવોને પગલે સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા વિરોધ કરનારાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">