AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Of Salangpur Temple Controversy: મોરારીબાપુ સહિત અનેક સનાતન ધર્મના સંતોએ ભીંત ચિત્રોનો વિરોધ કર્યો, સિહોર પોલીસ મથકમાં અરજી કરાઈ, જુઓ Video

વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં નવી સ્થપાયેલી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચીત્રોએ નવો વિવાદ સર્જ્યો છે. આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. તેને લઈ મોરારી બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે.થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની કથા દરમિયાન સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિને લઇને સર્જાયેલા વિવાદ પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી.

King Of Salangpur Temple Controversy: મોરારીબાપુ સહિત અનેક સનાતન ધર્મના સંતોએ ભીંત ચિત્રોનો વિરોધ કર્યો, સિહોર પોલીસ મથકમાં અરજી કરાઈ, જુઓ Video
King Of Salangpur temple controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 10:16 AM
Share

Salangpur temple controversy: વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં નવી સ્થપાયેલી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચિત્રોએ નવો વિવાદ સર્જ્યો છે. આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. તેને લઈ મોરારી બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની કથા દરમિયાન સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિને લઈને સર્જાયેલા વિવાદ પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી. તો જ્યોર્તિનાથ મહારાજે કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચોઃ  Gujarat Video: ‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ નીચે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવતા વિવાદ

તો સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદ વચ્ચે સંસ્થાના કલ્પવૃક્ષ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ હનુમાનજીના વંદન મુદ્દે આપત્તિ દર્શાવનારાઓ સામે સવાલ કર્યો છે. કલ્પવૃક્ષ સ્વામીએ કહ્યું કે ભગવાન અને ભગવાનના માતા-પિતાના હનુમાનજી દર્શન કરે તેમાં ખોટું શું છે. તેઓએ જણાવ્યું કે સમગ્ર વિરોધ નિરર્થક છે.

આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. સાળંગપુરમાં બનેલા આ પ્રકારના ભીંતચિત્રોથી ભારે વિરોધ થઈ રહ્યો છે. વિવાદ બાદ મંદિર પ્રશાસને પીળુ કપડુ ઢાંકી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કે રાજ્યના સાધુ-સંતોએ આ ચિત્રોને સનાતન હિન્દુ ધર્મનું અપમાન ગણાવી તેની સામે કાર્યવાહીની માગ કરી છે. તો આજ મુદ્દે સિહોર પોલીસ મથકમાં અરજી પણ આપી દેવામાં આવી છે.

જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ પણ આપ્યુ નિવેદન

બીજી તરફ જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમનાં શેરનાથ બાપુએ પણ સાળંગપુરમાં વિવાદિત તસ્વીરને લઈને નિવેદન આપ્યું છે. આનાથી ભક્તોની આસ્થાને ઠેસ લાગી છે. વિવાદ ન વધે તેના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આવી અયોગ્ય ઘટનાની માફી માંગવી જોઈએ અને ફરી વાર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તો સાળંગપુરમાં વાયરલ તસ્વીરો મુદ્દે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. યોગી દેવનાથ બાપુએ વિરોધ નોંધાવી અપમાન બદલ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

તો આ તરફ સરખેજ સ્થિત મહંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ પણ હનુમાનદાદાનું અપમાન થવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. તો લીંબડી સ્થિત નીમ્બાર્ક પીઠના મહંત લલિત કિશોર બાપુએ પણ તાત્કાલીક આ ભીંતચિત્રો હટાવવાની માગ કરી છે. તો બરવાળાના લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ આ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની નિંદા કરી છે.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">