Junagadh: જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા રંગાયા નવરાત્રીના રંગે, ભૂલકા સંગ રમ્યા ગરબે- Video

Junagadh: જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા રંગાયા નવરાત્રીના રંગે, ભૂલકા સંગ રમ્યા ગરબે- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 11:54 PM

Junagadh: જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા નવરાત્રીના રંગે રંગાયા. સાંસદ રાજેશ ચુડાસમા પણ ભૂલકા સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. તેઓ ભૂલકાની સાથે સ્ટેપ કરતા અને ગરબા કરતા જોવા મળ્યા હતા. સાંસદને ભૂલકા સાથે મન મુકીને રમતા જોઈ આસપાસના લોકો પણ તેમની સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા, સાંસદને આ પ્રકારે ગરબે રમતા જોઈ ત્યાં હાજર કોઈ સુખદ આશ્ચર્યની લાગણી પણ અનુભવી રહ્યા હતા. ભૂલકા સાથે એકદમ જુકી જુકીને ગરબે રમતા સાંસદનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Junagadh: જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં પણ નવરાત્રીના રંગે રંગાયા છે. સામાન્ય રીતે રાજનેતાઓને ભાષણ આપતા જોઈ શકાય છે પરંતુ આજે સાંસદ રાજેશ ચુડાસમાનો અલગ જ અંદાજ જોવા મળ્યા. જુનાગઢમાં વેરાવળ સાગર ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સાંસદ નાના બાળક સાથે તેના તાલમાં તાલ મિલાવી ગરબાના સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. સાંસદ બાળકની સાથે એકદમ જુકી જુકીને ગરબે રમી રહ્યા હતા.

સાંસદની સાથે અન્ય લોકોએ પણ ગરબે રમવા લાગ્યા હતા. સાંસદે જે પ્રકારે ગરબા કરતા જોવા મળ્યા તે જોઈને સહુ કોઈને એવુ જ લાગતુ હશે કે સાંસદ પહેલીવાર ગરબા નથી રમી રહ્યા અગાઉ પણ તેઓ અનેકનાર ગરબા રમ્યા હશે. આ અગાઉ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ગરબા રમતા જોવા મળ્યા હતા. એ પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીને પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. ત્યારે હાલ સાંસદ રાજેશ ચુડાસમાનો આ ગરબા રમતો વીડિયો ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે અને એ જોનાર સહુ કોઈ તેમની આ ગરબા રમવાની સ્ટાઈલની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">