Rain News : અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એસ.જી. હાઈવે, થલતેજ, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. તેમજ અખબારનગર, વસ્ત્રાપુર, સેટેલાઈટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે વિઝિબિલીટી ઓછી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આજે 29 તાલુકામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ભરૂચના વાગરામાં વરસાદ ખાબક્યો છે. વાગરા તાલુકામાં 3.78 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં 3.35 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના લાઠીમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી તાલુકામાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
