T20 World Cup 2024 : અમદાવાદીઓએ ટીમ ઈન્ડિયાની જીતને ફટાકડા ફોડી વધાવી- જુઓ Video
ભારતની વિરાટ જીત બાદ અમદાવાદીઓએ રસ્તા પર ઉતરી ખુશી વ્યક્ત કરી હતી. રસ્તાઓ પર આતશબાજીનો અનેરો નજારો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ભીડ ઉમટી પડી હતી.
શનિવારે ભારત અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. જેમાં ભારતની વિરાટ જીત બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર દિવાળી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 24 ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમની ભવ્ય જીતનો ઉત્સાહ સમગ્ર દેશમાં છે.
દેશના દરેક રાજ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. અમદાવાદીઓએ રસ્તા પર ઉતરી ખુશી વ્યક્ત કરી હતી. રસ્તાઓ પર આતશબાજીનો અનેરો નજારો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ભીડ ઉમટી પડી હતી.
વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી.ત્યાર બાદ શનિવારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે વિશ્વ કપ જીત્યો છે.
