કટ્ટરવાદી-ટીકાકારોનો ખોફ કે ઈર્ષા : બાબર આઝમ, રિઝવાન, શાહીન આફ્રિદી, હારિસ રઉફે નહિં, પાકિસ્તાનના આ ખેલાડીઓએ ટીકાકારોની પરવા કર્યા વિના ભારતની જીતને વધાવી લીધી
ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાના કેટલાક ખેલાડીઓએ, પોતાના દેશના ટિકાકારો અને ટ્રોલ કરનારાઓની પરવા કર્યા વિના, T20 વિશ્વ કપમાં ભારતના ભવ્ય વિજયને સોશિયલ મીડિયા પર અભિનંદન આપીને વધાવ્યો છે. પરંતુ અભિનંદન આપનારાઓમાં, પાકિસ્તાનના કેપ્ટન સહીત મોખરાના કહેવાતા એક પણ ક્રિકેટરોનો સમાવેશ નથી. જ્યારે પાકિસ્તાન ટિમમાંથી રમતા અથવા તો રમી ચૂકેલા એવા કેટલાક ક્રિકેટરોએ ખેલદિલી દાખવીને, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભારતના ભવ્ય વિજયને અભિનંદન આપીને વધાવી લીધો છે.
ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનને, T20 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં ભારત જીત્યુ તે લગભગ પસંદ આવ્યુ ના હોય તેવુ સામે આવી રહ્યું છે. સામાન્ય રીતે ક્રિકેટ સહીતની તમામ રમતોમાં ભારતીય ખેલાડીઓ ખેલદીલી દાખવીને જીતનારને વ્યક્તિગત અભિનંદન આપતા હોય છે. પરંતુ પાકિસ્તાનમાં તો આનાથી ઉલટો પ્રવાહ વહે છે.
ગઈકાલ શનિવારે, વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં રમાયેલ T20 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રને હાર આપી હતી. ભારતના આ ભવ્ય રોમાંચકારી વિજયને, વિશ્વના અનેક ક્રિકેટ ખેલાડીઓએ વધાવી લેતા સંદેશ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા. પરંતુ પાકિસ્તાન આમાથી બાકાત રહ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટિમના કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વગેરે ખેલાડીઓને ભારતે T20 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં મેળવેલી ભવ્ય જીત પચી નથી. આ તમામ ખેલાડીઓએ, તેમના ટ્વિટર પર ભારતના વિજયને વધાવતા કોઈ જ મેસેજ પોસ્ટ કર્યા નથી. આ માટે સંભવ છે કે, પાકિસ્તાનના કટ્ટરવાદી અને આકરા ટીકાકારોનો ભય સતાવી રહ્યો હોઈ શકે છે.
જ્યારે પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરોએ કટ્ટરવાદી-ટિકાકારોની પરવા કર્યા વિના ખેલદીલી દાખવીને ભારતના ભવ્ય અને રોમાંચકારી વિજયને વધાવતા સંદેશ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં છે.
પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટિમને અભિનંદન આપતા કહ્યું છે કે, શુ મેચ હતી. અદભુત ફાઈનલ, T20 ક્રિકેટ વિશ્વ કપ જીતવા બદલે ભારતને અભિનંદન. જો કે તેણે સાઉથ આફ્રિકાની લડતને પણ વખાણી છે.
What a match, what a final!! Congratulations to India on winning the #T20WorldCup And hats off to South Africa for an unbeaten run till the final, you guys were just an inch away from it #T20WorldCupFinal #INDvsSA
— Hassan Ali (@RealHa55an) June 29, 2024
તો પાકિસ્તાનના બેટ્સમેન મહમંદ હાફિઝે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ભારતની સાથે સાથે રોહીત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, બીસીસીઆઈને ટેગ કરીને અભિનંદન આપવાની સાથે સાથે રમતને વખાણી છે.
Congratulations @ImRo45 @imVkohli @Jaspritbumrah93 @hardikpandya7 @BCCI winning @T20WorldCup well deserved pic.twitter.com/FMkmFykbJm
— Mohammad Hafeez (@MHafeez22) June 29, 2024
ઉમરાન અકમલે પણ ટ્વિટર પર ઉપરા ઉપરી બે પોસ્ટ કરીને ભારતને ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. કામરાન અકમલે કહ્યું છે કે, ભારતે દરેક ક્ષેત્રે ઉમદા રમત દાખવી, ટિમ વર્કનું ઉમદા ઉદાહરણ સાબિત કર્યું છે. તેણે સૂર્યાકુમારના કેચના પણ મ્હોફાંટ વખાણ કર્યાં છે.
Congratulations @ImRo45 And company @BCCI Played brilliantly in every field It was great teamwork What a catch! What a match! #worldcupchampions#ICCWorldCup #ICCMensT20WorldCup2024 pic.twitter.com/ZYl6okzK3P
— Umar Akmal (@Umar96Akmal) June 29, 2024
એક સમયે હાથમાંથી સરકી રહેલ મેચમાં ભારત જે રીતે 16મી ઓવરમાં પરત ફર્યું તેના પણ કામરાન અકમલે વખાણ કર્યાં છે.
Congratulations @ImRo45 And company @BCCI Played brilliantly in every field It was great teamwork What a catch! What a match! #worldcupchampions#ICCWorldCup #ICCMensT20WorldCup2024 pic.twitter.com/ZYl6okzK3P
— Umar Akmal (@Umar96Akmal) June 29, 2024
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટિમની ખેલાડી ફાતિમા સનાએ પણ ટિમ ઈન્ડિયાના વખાણ કરવાની સાથે જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ફાતિમાએ વિરાટ કોહલીની T20 ક્રિકેટમાંથી નિવૃતિને પણ બખુબી વધાવી લીધી છે.
.@imVkohli, you’ve been an icon in T20I cricket. What a way to end your career as the Player of the Match in the #T20WorldCup final! Your legacy has and will inspire generations to come. Thank you for being a wonderful ambassador of this beautiful sport #ViratKohli
— Fatima Sana (@imfatimasana) June 29, 2024
પાકિસ્તાનના ફાસ્ટ બોલર, શોએબ અખ્તર પોતાની તીખી પ્રતિક્રિયા આપવા માટે જાણીતો છે. શોએબ અખ્તરે પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને ભારતને અભિનંદન આપ્યાં છે.
India WINSSSS!!! Rohit & his boys rise to the occasion pic.twitter.com/VSXP3DmTfg
— Shoaib Akhtar (@shoaib100mph) June 29, 2024
પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરોએ, પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડ, કટ્ટરવાદી ટીકાકારોની કોઈ પણ જાતની ચિંતા કે પરવા કર્યા વિના ખેલદીલી દાખવીને, ટી20 વિશ્વ કપમાં ભારતની ભવ્ય જીતને અનેરા શબ્દોમાં સોશિયલ મીડિયામાં વધાવી લીધી છે.