વરસાદની ઋતુમાં ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં અમુક શાકભાજી ખાવાથી તમે બીમાર પડી શકો છો. આવી સ્થિતિમાં કયા શાકભાજી ન ખાવા જોઈએ? તે જાણો
વરસાદ હવામાનમાં ઠંડકની સાથે સાથે અનેક બીમારીઓ પણ લાવે છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વરસાદમાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. રીંગણમાં સોલેનાઈન નામનું તત્વ જોવા મળે છે જે વરસાદી ઋતુ માટે નુકસાકાર રહી શકે છે
વરસાદમાં કોબીજ કે ફ્લાવર ખાવાનું ટાળવું જોઈએ. ઘણીવાર લોકો કોબીજના પકોડા અને પરાઠા ખાવાનું પસંદ કરે છે. પરંતુ, તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
વરસાદમાં પાલક ખાવાનું ટાળવું જોઈએ. પાલકમાં આયર્ન હોય છે, જેના કારણે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ઉપરાંત, પાલક પિત્તા દોષને વધારે છે.
વરસાદમાં બ્રોકલી ખાવાનું ટાળવું જોઈએ. બ્રોકલીનો ઉપયોગ ઘણીવાર સલાડ અને નૂડલ્સ બનાવવા માટે થાય છે. પરંતુ, તેનું વધુ સેવન કરવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
વરસાદમાં કેપ્સિકમ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખાવાથી તમને પિત્ત દોષની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત, તે પાચન બગાડે છે.
ચોમાસાની ઋતુમાં કારેલા, દૂધી, તુરીયાનું સેવન કરી શકાય છે. આ તમામ શાકભાજી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.