Patan : પ્રથમવાર ડમીકાંડમાં કોર્ટનો ચુકાદો, 7 વર્ષ જૂના કેસમાં 3 આરોપીઓને એક વર્ષની જેલ અને હજારોનો દંડ ફટકારાયો, જુઓ Video
ગુજરાતમાં સૌથી વધારે વિવાદમાં રહેલા પાટણ SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં આખરે ચુકાદો આવી ગયો છે. જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પ્રથમવાર ડમીકાંડ મામલે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આરોપીઓને એક વર્ષની જેલ
ગુજરાતમાં સૌથી વધારે વિવાદમાં રહેલા પાટણ SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં આખરે ચુકાદો આવી ગયો છે. જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પ્રથમવાર ડમીકાંડ મામલે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
બીજી વાર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની કાર્ય ન કરે તે માટે કોર્ટે કડક પગલા લેવામાં આવ્યા છે. જેમાં 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે સજા ફટકારી છે. જેઓને 1 વર્ષની કેદ અને 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રથમવાર ડમીકાંડમાં કોર્ટનો ચુકાદો !
આ સમગ્ર ડમીકાંડની ફરિયાદ બાલીસણા પોલીસ મથકે નોંધાઈ હતી. 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. પરીક્ષામાં મૂળ વિદ્યાર્થીઓના બદલે ડમી પરીક્ષાર્થી બેસાડી પરીક્ષામાં છેતરપિંડી કરવામાં આવી હતી.
પાટણમાં 7 વર્ષ પહેલા એટલે કે 2018માં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલના પરીક્ષા સેન્ટરમાં વિદ્યાર્થીઓની જગ્યાએ ડમી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા અપાવવામાં આવી હતી જે અંગે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓને 1 વર્ષની જેલ અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.