Gujarati Video: લો બોલો, પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગોલા પર અજમાવ્યો હાથ, ગોલા બનાવી એસટી બસના મુસાફરોને વહેંચ્યા

Gujarati Video: લો બોલો, પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગોલા પર અજમાવ્યો હાથ, ગોલા બનાવી એસટી બસના મુસાફરોને વહેંચ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 8:57 PM

Amreli: પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો ગોલા પર હાથ અજમાવતો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ અમરેલીના દેવરાજીયા ગામે ગોલાની ડીશ બનાવી એસટી બસના મુસાફરોનો ખવડાવી હતી.જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણણંત્રી જીતુ વાઘાણીનો ગોલાની લારી પર ગોલા બનાવતો વીડિયો વાયરલ થયો છે. વાઘાણીએ ગોલાના મશીન પર હાથ અજમાવી ગોલા બનાવ્યા હતા. જીતુ વાઘાણીએ અમરેલીના દેવરાજીયા ગામની મુલાકાત લીધી હતી. દેવરાજીયા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું ગામ છે. જીતુ વાઘાણીએ બરફના ગોલાની લારી પર જઈ જાતે ગોલા બનાવીને એસટીના મુસાફરોને આપ્યા હતા. અમરેલીમાં આજે હાઈએસ્ટ તાપમાન નોંધાયુ છે. ત્યારે 42 -43 ડિગ્રી વચ્ચે મુસાફરોને નેતાના હાથે ગોલા મળતા ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચો: Bhavnagar : પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ, વિદ્યાર્થી નેતા યુવરાજસિહે કર્યા આક્ષેપ

ગોલા મશીન પર જીતુ વાઘાણીએ અજમાવ્યો હાથ

કાળજાળ ગરમી વચ્ચે જીતુ વાઘાણી વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના ગામ દેવરાજીયાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ગોલાની લારી જોતા જ વાઘાણી ત્યાં પહોંચ્યા અને ગોલાના મશીન પર હાથ અજમાવ્યો હતો. ગોલા બનાવ્યા બાદ નજીકમાંથી પસાર થતી એસટી બસના મુસાફરોને ગોલા ખવરાવી ગરમીમાં થોડી રાહત આપવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">