Gujarati Video: મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ભાજપના પૂર્ણેશ મોદીએ આવકાર્યો કહ્યુ- આ સામાજિક અપમાનનો મુદ્દો

Surat: રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને કરેલી ટિપ્પણી સામે થયેલા માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને ફરિયાદી પૂર્ણેશ મોદીએ આવકાર્યો છે. તો કોંગ્રેસ પક્ષના દાવાને ફગાવતા તેમણે કહ્યુ કે આ સામાજિક અપમાનનો મુદ્દો છે અને ન્યાયપાલિકાની કાર્યવાહીને આવકારે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 4:13 PM

મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંભળાવાયેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજીને સેશન્સ કોર્ટે ફગાવી છે. ત્યારે ફરિયાદી પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ સામાજિક અપમાનનો મુદ્દો છે. ન્યાયપાલિકાની કાર્યવાહીને આવકારીએ છીએ. જે કંઈ કેસ હતો તે મેરિટ પર અમે સાબિત કર્યો છે. આ સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે અને તે કોર્ટમાં થઈ રહી છે.

શું કહ્યુ  પૂર્ણેશ મોદીએ ?

કોંગ્રેસના હાઈકોર્ટમાં જવા મુદ્દે પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે જે કંઈપણ આગળની કાર્યવાહી છે તે કરી શકે છે. સમગ્ર સમાજનું અપમાન નથી. રાહુલ ગાંધીએ નિરવ મોદી, લલિત મોદી અને વડાપ્રધાનને ધ્યાનમાં રાખીને ટિપ્પણી કરી હતી. આ મુદ્દે પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ કે સબજ્યુડિશ્યલ મેટર છે જેમા કોર્ટનો ચુકાદો પણ આવી ચુક્યો છે અને કોંગ્રેસના દાવા અંગે તેઓ કંઈપણ કહેવા માગતા નથી. માત્રને માત્ર તેઓ આ સામાજિક લડત લઈને ચાલ્યા છે જેમા હાલ તેમને સફળતા મળી છે.

આ પણ વાંચો: Rahul Gandhi: કોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં ! આવી સ્થિતિમાં 2024માં કોંગ્રેસ પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કોણ હશે?

શબ્દોની બદનક્ષી પર દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી- નૈષધ દેસાઈ

આ તરફ કોંગ્રેસ નૈતા નૈષધ દેસાઈએ જણાવ્યુ કે બદનક્ષીના કેસમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. શબ્દોની માનહાનિ વ્યક્તિ પર થયેલી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીમાં મોદી સમાજની, મોદી સરનેમની કે OBC સમાજની કોઈ ટીકા ન હતી. ટીકા માત્ર વડાપ્રધાન પર કરવામાં આવી હતી અને તે પણ જાહેર રેલી દરમિયાન કરેલી હતી. વધુમાં નૈષધ દેસાઈએ જણાવ્યુ કે શબ્દોની બદનક્ષી પર આજ સુધી દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">