17.9.2024

PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી

Image - Getty Images

સરગવાના પાનનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. આજે તેની ચટણી કેવી રીતે બનાવી શકાય તે જોઈશું.

સરગવાના પાનની ચટણી બનાવવા માટે સૌથી પહેલા સરગવાના પાનને અલગ કરી સાફ કરી દો.

હવે એક પેનનમાં તેલ મુકો. વઘારમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં લીલા મરચા નાખો.

મરચા તતળી જાય પછી જીણી કાપેલી ડુંગળી નાખી સાંતળી લો.

ત્યાર બાદ ટામેટા તેમાં ઉમેરીને 5 મિનીટ સાંતળી લો.

હવે સરગવાના પાન તેમાં ઉમેરી તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરો. પાન ચડી જાય ત્યાં સુધી થવા દો.

સરગવાના પાન સંકોચાઈ જાય ત્યારબાદ ગેસબંધ કરીને તેને પીસી લો.

તમે ઈચ્છો તો આ ચટણીમાં ફરી એક વાર વઘાર કરી શકો છો.