Dwarka News : કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ, 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

Dwarka News : કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ, 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2024 | 12:29 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે દ્વારકામાં કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા હતા.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે દ્વારકામાં કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા હતા. બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર બેટ દ્વારકામાંથી 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહિસાગરથી ઝડપાયુ હતુ ડ્રગ્સ

બીજી તરફ મહીસાગરમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી અનુસાર 4.5 લાખના શંકાસ્પદ MD ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે કારમાં લઈ જવામાં આવતુ ડ્રગ્સ પોલીસે પકડ્યુ હતુ. સંતરામપુરના વાંકાનાળા પાસે પોલીસની કાર્યવાહી કરી હતી. પોલીસને શંકાસ્પદ કાર લાગતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે દિશા તરફ તપાસ હાથ ધરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">