Surat : ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, ગણપતિજીનો શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ, જુઓ Video
દેશ ભરમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાની પ્રતિમા પર કરેલો શણગાર કાઢવામાં આવી રહ્યો છે.
દેશ ભરમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાની પ્રતિમા પર કરેલો શણગાર કાઢવામાં આવી રહ્યો છે. અને તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનવવા માટે મહિલાઓ દ્વારા સ્ટોલ બનાવવામાં આવી રહ્યો છે. શણગારમાંથી મહિલાઓ દ્વારા બીજી વસ્તુઓ બનવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
ટ્રોમા સેન્ટરમાં 24 કલાક ટીમ રહેશે તૈનાત
બીજી તરફ સુરત ગણેશ વિસર્જનને લઇને અનેક તૈયારીઓ કરવામાં આવ્યો છે. જો કે સંભવિત અકસ્માતોને ધ્યાનમાં રાખી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
વિસર્જનમાં માર્ગ અકસ્માત,વીજ કરંટ જેવી ઘટનાઓને પહોંચી વડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ ટ્રોમા સેન્ટરમાં 24 કલાક સેવા પૂરી પાડવા ટીમ તૈનાત રાખવામાં આવી છે. અલગ-અલગ 17 લોકેશન પર 108 રાખવામાં આવી છે. આ ઉપરાંત કુત્રિમ તળાવ સહિત વિસર્જનની જગ્યાએ એમ્બ્યુલન્સ મુકાઇ છે. કર્મચારીઓની ઈમરજન્સી સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. તમામ જરૂરી સેવાઓ સમયસર મળી રહે તે માટે યોગ્ય સુવિધાઓ કરવામાં આવી છે.
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
