આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. તેમજ આગામી અઠવાડિયામાં ઉકળાટ વધવાના પગલે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.