વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું રાજીનામું. જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી પોતાને મુક્ત કર્યા. કામનું વધુ ભારણનું કારણ આગળ ધરીને આપ્યું રાજીનામું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું રાજીનામુ. રાજીનામું આપ્યા બાદ જેઠા ભરવાડનું નિવેદન સામે આવ્યું. સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાની કરી વાત. કહ્યું, રાજીનામા પાછળ કોઇ વાદવિવાદ નથી. કામના વધુ પડતા ભારણને પગલે રાજીનામું આપ્યું. ચર્ચા કરનારાઓ ચર્ચા કરશે, મને કોઇ ફેર નથી પડતો. અન્યને મોકો મળે તેવા હેતુસર મેં નિર્ણય કર્યો છે.