ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સંબોધન કર્યું હતું..મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને સૂચન આપતા કહ્યું કે પોલીસ પ્રજા સાથે જોડાઈ તે ખૂબ જરૂરી છે.તો જ પ્રજાજનોની સુખાકારી માટે કામો થઈ શકશે..સાથે મુખ્યપ્રધાને દરિયાઈ સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ વિશે પોલીસ અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરી કે..પોલીસ અધિકારીઓ પોતાનો શિડયુલ થોડોક બદલે અને વ્યસત હોય તો સમય કાઢીને લોકોને મળો અને સાંભળો, તેમની તકલીફ ની સમસ્યાઓ નિરાકરણ લાવો..તેમણે અધિકારીઓને ટકોર કરી કે તમારો ઈગો સાઈડમાં રાખીને ખુલ્લા મનથી કામ કરો