સુરતમાં આકાશી આફતથી કાપડ ઉદ્યોગની ભાંગી કમર: 1 કરોડથી વધુ સાડીઓ બરબાદ, કરોડોના નુકસાનથી વેપારીઓ લાચાર
ડાયમંડ સિટી" અને "ટેક્સટાઈલ સિટી" સુરતમાં પૂરના પાણી ઓસરતા જ કાપડ બજારની ભયાનક સ્થિતિ સામે આવી છે. રક્ષાબંધનની સિઝન માટે સ્ટોક કરેલી અંદાજે 1 કરોડ જેટલી સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ પાણીમાં ગરકાવ થતાં સાવ નકામી થઈ ગઈ છે.
સુરત માત્ર “ડાયમંડ સિટી” તરીકે જ નહીં, પરંતુ દેશભરમાં “ટેક્સટાઈલ સિટી” તરીકે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ શહેરમાં ત્રાટકેલી આકાશી આફત બાદ સૌથી મોટો અને આકરો ફટકો સુરતના આ જ કાપડ ઉદ્યોગને પડ્યો છે. પૂરના પાણી ઓસર્યા બાદ વેપારીઓએ જ્યારે ભારે હૈયે પોતાની દુકાનો ખોલી, ત્યારે સામે આવેલા દ્રશ્યો જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
1 કરોડ સાડીઓ થઈ નકામી, સિઝન પહેલાં જ સપના ધૂળધાણી
રક્ષાબંધન અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી દેશભરમાંથી સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સની ભારે માંગ રહેતી હોય છે. આ સિઝનને પહોંચી વળવા માટે વેપારીઓએ કરોડો રૂપિયાના માલનો સ્ટોક કરી રાખ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ અને એકાએક હતો કે વેપારીઓને માલ બચાવવાની તક જ ન મળી. દુકાનોમાં પાણી ફરી વળતા લગભગ 1 કરોડ જેટલી સાડીઓ સાવ નકામી થઈ ગઈ છે, જેને હવે કચરામાં ફેંકવા સિવાય વેપારીઓ પાસે કોઈ રસ્તો નથી બચ્યો.
100થી વધુ માર્કેટો પ્રભાવિત, બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ગરકાવ
સુરતના રીંગ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી અંદાજે 100 જેટલી કાપડ માર્કેટોમાં આ જ પ્રકારની ચિંતાજનક સ્થિતિ છે. સૌથી વધુ માઠી દશા બેઝમેન્ટમાં આવેલી દુકાનોની થઈ છે, જે હજુ પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે. વેપારીઓનું કહેવું છે કે હવે જ્યારે આ પાણી ઉતરશે ત્યારે હાથમાં કશું જ આવે તેવી શક્યતા નથી. કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ વચ્ચે વેપારીઓમાં સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને આયોજન સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.
Pet Care in Monsoon : ચોમાસામાં પાળતુ કૂતરા-બિલાડીઓને બીમારીઓથી બચાવવા અપનાવો આ 10 ગોલ્ડન ટિપ્સ, નહીં થાય ઈન્ફેક્શન
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
