AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના સીતાનગરમાં એક કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક થયો લાપતા, ફાયર વિભાગની ટીમે શરૂ કરી શોધખોળ – Video

સુરતમાં ખાબકેલા અંદાજિત 18 ઈંચ વરસાદમાં ચારેતરફ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક શોરૂમ, દુકાનો, બેઝમેન્ટ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ ગયા છે. સીતાનગર ચોકડી નજીક આવેલા એક કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જેમા એક યુવક તણાયો હતો. હાલ યુવકને શોધવા ફાયર વિભાગની ટીમે કવાયત હાથ ધરી છે.

સુરતના સીતાનગરમાં એક કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક થયો લાપતા, ફાયર વિભાગની ટીમે શરૂ કરી શોધખોળ - Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2026 | 5:29 PM
Share

સુરતમાં એક દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા સમગ્ર શહેરે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો ઠેકઠેકાણે થી સામે આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરીજનોના હાલ બેહાલ છે. ભારે વરસાદને પગલે વિશ્વભરમાં ખ્યાતનામ અને એશિયાની સૌથી મોટી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટને મોટો ફટકો પડ્યો છે. અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા સુરતના કાપડ વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આ તરફ સીતાનગર ચોકડી પાસે આવેલા કોમ્પલેક્સમાં ભારે વરસાદને કારણે એક યુવક પાણીમાં તણાયો હતો. કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. જ્યાં એક યુવક તણાયો હતો. પાણીમાં આ યુવક ગુમ થતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ હતી. ફાયર ની ટીમે યુવકને શોધવાની કવાયત હાથ ધરી છે. બેઝમેન્ટની અંદર પાણી બહાર કાઢવા મશીનરી કામે લગાડવામાં આવી છે. જો કે આ પ્રાપ્ત વિગતો અનુસાર હજુ સુધી લાપતા યુવકને શોધવામાં સફળતા મળી નથી.

બીજી તરફ સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટમાં માત્ર બે ત્રણ માર્કેટને બાદ કરતા મોટાભાગની કાપડ દુકાનોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ન માત્ર બેઝરૂમ શોરૂમમાં પણ પૂરના વરસાદી પાણી ભરાઈ જતા કાપડ વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ અને ઝડપી હતો કે વેપારીઓને તેમનો સામાન ખસેડવાનો પણ સમય ન રહ્યો અને તમામ સામાન પલળી ગયો છે. હવે વેપારીઓને આ કાપડનો કોઈ અર્થ રહ્યો નથી અને તેઓ પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. વેપારીઓનું કહેવુ છે કે તેમનો કરોડો રૂપિયાનો માલ પલળી ગયો છે. આ માત્ર તેમનો સામાન નથી પલળ્યો પરંતુ તેમની જીવાદોરી કહી શકાય તેવી રોજી-રોટી તેમના સપના પલળી ગયા છે. આ નુકસાનીમાંથી જો સરકાર મદદ ન કરે તો તેઓ પાંચ વર્ષે પણ ફરી બેઠા થવાની હાલતમાં રહ્યા નથી.

સુરતમાં અંદાજે દરરોજ 150 કરોડ રૂપિયાનો કાપડનો વેપાર થાય છે હવે મોટાભાગના કપડાના શોરૂમમાં પાણી ફરી વળતા વેપારીઓની કમર ભાંગી ગઈ છે. આટલા મોટા પાયે નુકસાન તેમણે તેમની ક્યારેય જિંદગીમાં જોયુ નથી. ચારે તરફ કાદવ કિચડ અને પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. વેપારીઓની ભારે કફોડી હાલત થઈ છે.

Input Credit- Baldev Suthar-Surat

શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ

Follow Us
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">